Skip to main content
Settings Settings for Dark

ગાયના ગોબરમાંથી ગણેશ પ્રતિમા : અમદાવાદના સાણંદની ગૌશાળાની પહેલ

Live TV

X
  • ગાયના છાણ અને ગૌ મુત્રમાંથી 6 ઇંચથી માંડી બે ફૂટ સુધીની 100થી વધુ શ્રીજીની આકર્ષક પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી

    ગણેશ ચતુર્થીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતભરમાં ગણેશજીની મૂર્તિઓ બજારમાં વેચાણ અર્થે જોવા મળી રહી છે..ત્યારે ઈકો ફ્રેન્ડલી ગણેશ પર્વ મનાવવા માટે સરકાર અને ગુજરાત ગૌસેવા આયોગ પણ અપીલ કરતુ હોય છે..અમદાવાદના સાણંદ નજીક આવેલા ગામે આવેલ મહાકાલ ગૌશાળા દ્વારા ગાયના છાણમાંથી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે..રોજગારી સાથે પર્યાવરની રક્ષા અને ગાયનું મહત્વ તેમજ ગાય પ્રત્યે લોકોની જાગૃતિ વધે તેવા શુભ હેતુ સાથે છેલ્લા બે વર્ષથી ગૌશાળા ગણેશ પર્વ દરમિયાન ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરુ કર્યુ છે..આ ગૌશાળા દ્વારા ગૌમય કાસ્ટમાંથી એટલે કે ગાયના છાણ અને ગૌ મુત્રમાંથી છ ઈંચથી માંડીને બે ફૂટ સુધીની શ્રીજીની આકર્ષક પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે.છેલ્લા છ મહિનાથી ગૌમય પ્રતિમા બનાવવાનું કાર્ય ચાલી રહ્યુ છે..જેમાં અત્યાર સુધીમાં 125 જેટલી ગણેશજીની આકર્ષક પ્રતિમા તૈયાર કરી દેવામાં આવી છે..

    ગૌશાળામાં ગણેશ પ્રતિમાના કાર્યમાં સહભાગી થનારા ગૌપ્રેમી એવા દિવ્યકાંત દવેએ જણાવ્યુ હતુ કે ગૌશાળામાં જે ગાય દૂધ ન આપતી હોય તેના છાણમાંથી પણ ગણેશજીની પ્રતિમા બનાવી આવક થઈ શકે છે..જેથી પર્યાવરણ બચાવો અભિયાન પણ ફળિભૂત થાય છે અને ખેડૂતની આવક પણ વધે છે..સ્વાવલંબી ગૌશાળા પ્રોજેક્ટને પણ વેગ મળે છે..દિવ્યકાંતભાઈએ જણાવ્યુ હતુ કે છાણ અને ગૌમૂત્રના ઉપયોગ કરી અમે કુલ 10 ગૌપ્રેમીઓ ભેગા થઈ ગણેશજીની પ્રતિમા તૈયાર કરી છે..જેમાં ગોપ્રેમી વાસુદેવ રામાવત અને ગામની 8 જેટલી બહેનો પણ સહભાગી બની છે..આ મૂર્તિને કલર કરવા માટે પણ વિશેષ ધ્યાન આપી પર્યાવરણને નુકસાન ન કરે તેવા ઈકોફ્રેન્ડલી કલરનો ઉપયોગ કર્યો છે. આ મૂર્તિઓને ભક્તજનો પ્રસ્થાપિત કરી ઘરમાં જ વિસર્જિત કરી શકશે અને વિસર્જન બાદ વધેલા અવશેષોનો ઓર્ગેનિક ખાતર તરીકે ઘરમાં મુકેલા ફૂલછોડના કૂંડામાં નાંખી ઉપયોગ કરી શકશે.

    ગૌપ્રેમી દિવ્યકાંતભાઈએ જણાવ્યુ હતુ કે ગણેશ પ્રતિમા બનાવવા માટે છાણ, ગુંદર અને ગવાર ગમનો પાવડર વાપરવામાં આવે છે..જેથી મૂર્તિને સુંદર ઢાળ આપી શકાય છે..અને તે ખૂબ જ આકર્ષક લાગે છે..અમે 125 જેટલી નાની મોટી વિવિધ સાઈઝની મૂર્તિ બનાવી છે ..જેનો ભાવ 400થી માંડીને 7000 સુધીનો રાખવામાં આવ્યો છે..આ મૂર્તિ ગૌશાળામાં દૂધ લેવા આવતા ગ્રાહકો અને ગૌપ્રેમી લોકોને વેચવામાં આવે છે..

    ઈકો ફ્રેન્ડલી પ્રતિમા હોવાથી વિસર્જન ખૂબ સરળ

    કોઈ પણ એક ફુટ ઊંડા પાત્રમાં પાણી રાખીને એમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવાથી એનું સહેલાઈથી એ પ્રવાહી ખાતરમાં રૂપાંતર થઈ જશે, જેને કોઈ પણ નાના છોડ કે મોટા વૃક્ષના મૂળમાં નાખવામાં આવે તો એ ખાતરનું કામ કરશે. આ પ્રયોગથી ગણેશજીના ભક્તોની આસ્થા મુજબ ગણેશોત્સવ મનાવી શકાશે અને સાથે નદીઓને દૂષિત થતી પણ બચાવી શકાશે.

    પ્રધાનમંત્રી નરેન્ભાઈ મોદીએ 'મન કી બાત' કાર્યક્રમની શ્રૃંખલામાં આગામી ગણેશોત્સવ અને અન્ય પર્વોની શુભકામનાઓ પાઠવવાની સાથે આ વર્ષે પર્યાવ૨ણ ૨ક્ષા અર્થે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ગણેશોત્સવ દ૨મ્યાન સ્થાપન ક૨વા અંગે દેશની જનતાને આહવાન ર્ક્યુ હતું.જેના પગલે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડૉ.વલ્લભ કથિરીયાએ ગણેશ ઉત્સવને ધ્યાને લઈને ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવાનું અભિયાન હાથ ધર્યુ છે. આ વર્ષે ગોમય ગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાના સ્થાપન, પૂજન માટે અભિયાનરુપે જનતા જનાર્દન સમક્ષ અનુરોધ કર્યો છે.અનેક મહિલા ગૃહ ઉદ્યોગ, સામાજીક સંસ્થાઓ, ગૌશાળાઓ દ્વારા ગાયના છાણમાંથી ગણેશ મૂર્તિ બનાવી રહી છે. ક્લિન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા, હેલ્ધી ઈન્ડિયાનો અને આત્મનિર્ભર ભારતનો સંદેશ છે. આ અભિયાનથી પીઓપીથી થતુ પ્રદૂષણ અટકશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply