સાવચેતી એ જ સલામતી : પેટલાદ નગરપાલિકાએ ફિલ્મી સ્ટાઈલમાં લોકજાગૃતિનો અદભૂત સંદેશ આપ્યો
Live TV
-
કોરોના સંક્રમણના સમયમાં જો તમે માસ્ક નથી પહેર્યું તો તમે પેટલાદ શહેરના સૌથી મોટા વિલન છો, પેટલાદ નગરપાલિકાએ માસ્ક પહેરવા અંગે જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ કર્યો
સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણના વધતા જતાં કેસ ચિંતાની બાબત બની છે.. બીજી તરફ કોરોના સંક્રમણ સામે લોકોમાં જાગૃતિ આવે અને લોકો સરકારની માર્ગદર્શિકાનું સચોટ પણે પાલન કરે તે માટે તંત્ર દ્વારા પણ અનેક અભિયાન અને ઝુંબેશ ચલાવાઈ રહી છે. ત્યારે આણંદની પેટલાદ નગરપાલિકા દ્વારા કોરોના વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે.., પાલિકા દ્વારા ઠેર ઠેર શોલે ફિલ્મના હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યાં છે...જેમાં માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું સહિત કોરોના સામે જનજાગૃતિ રૂપી ફિલ્મના ડાયલોગનો ઉલ્લેખ કરાયો છે..શહેરમાં જુદાં-જુદાં વિસ્તારોમાં હોર્ડિંગ્સ પર બોલીવુડના સૌથી મોટા વિલન મુગેમ્બો અને ગબ્બરસિંગના ફોટા મૂકીને લોકોને માસ્ક માટે ખાસ કહેવામાં આવ્યું છે.
