તાલાલા તાલુકાના 44 ગામો પૈકી પ્રથમ એવી ઘુસિયા ગીર ગ્રામ પંચાયતે ગામમાં પુસ્તકાલયના નિર્માણનો નીર્ધાર કર્યો
Live TV
-
ગીરસોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઘુસિયા ગીર ગામે યુવાનોનો વાંચન પ્રત્યેનો ઉમદા અભિગમ પ્રકાશમાં આવ્યો
ગીરસોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઘુસિયા ગીર ગામે યુવાનોનો વાંચન પ્રત્યેનો ઉમદા અભિગમ પ્રકાશમાં આવ્યો છે. તાલાલા તાલુકાના 44 ગામો પૈકી પ્રથમ એવી ઘુસિયા ગીર ગ્રામ પંચાયતે ગામમાં પુસ્તકાલયના નિર્માણનો નીર્ધાર કર્યો હતો. જેના માટે ગામના સંરપંચની આગેવાનીમાં યુવાનોએ દોઢેક લાખ રૂપિયાનો ફાળો એકત્રિત કર્યો હતો. આ ઉપરાંત છેલ્લાં ત્રણેક મહિનાથી ઉત્સાહ ભેર જહેમત ઉઠાવીને લાઈબ્રેરી માટે 1200 જેટલા પુસ્તકો એકત્ર કર્યા હતાં. માત્ર 6 હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામનાં યુવાવર્ગમાં વાંચન માટે રૂચી વધે અને સ્પર્ધાત્મક પરિક્ષા માટે પુરતા પુસ્તકોનું વાંચન અને ઉત્તમ વાતાવરણ મળી રહે તેવો લાઈબ્રેરી પાછળનો આશય છે. લાયબ્રેરીના લોકાર્પણ માટે આવેલા જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ ગ્રામ પંચાયતને પુસ્તકોની ભેટ આપીને ગામલોકોનો ઉત્સાહ વધાર્યો હતો.
