Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુર : બોડેલીમાં 6 દિવસ માટે જનતા લોકડાઉન રાખવાનો વેપારીઓનો મહત્વનો નિર્ણય

Live TV

X
  • કોરોના સંક્રમણ ને રોકવા વેપારીઓ એ આજથી છ દિવસ માટે સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન રાખ્યું

    છોટાઉદેપુર જિલ્લામાં દિન પ્રતિ દિન કોરોના કેસોમાં વધારો થતો જાય છે જેમાં પણ બોડેલી તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે. તેવામાં જિલ્લાનું આર્થિક વડું મથક ગણાતા બોડેલીના વેપારીઓએ મહત્વ નો નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણ ને રોકવા વેપારીઓ એ આજથી છ દિવસ માટે સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન રાખ્યું છે. 23 જુલાઈ સુધી નગરની તમામ દુકાનો સંપૂર્ણ પણે બંધ રહેશે, સાથે સાથે ધાર્મિક સ્થાનો માં પણ લોકડાઉન ના જ કાયદા અમલી કર્યા છે. જીવન જરૂરી ચીજવસ્તુ એવી કારીયાણુ, દવા, દૂધ, શાકભાજી ની દુકાનો સવારે 8 થી 11 વાગ્યા સુધી ખુલશે.  આ છ દિવસમાં પ્રશાસન પણ ડોર ટૂ ડોર સર્વે હાથ ધરી લાક્ષણિક દર્દીઓ ને ઓળખ કરશે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 100 ઉપર પહોંચી છે જે પૈકી 4 દર્દીઓ ના મૃત્યુ થયા છે, તો 100 માંથી 42 કેસો માત્ર બોડેલી તાલુકામાં નોંધાયા છે. બોડેલી નગરના વેપારીઓ અને નાગરિકો નું આ જનતા લોકડાઉન નું પગલું ખરેખર સંક્રમણ અટકાવવા માટે મહત્વનું પગલું છે. પ્રશાસને પણ આ જનતા લોકડાઉન ને સમર્થન આપી લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply