Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢઃ ટેક્નોસેવી શિક્ષકોએ વિકલાંગ બાળકો માટે ઑનલાઈન શિક્ષણ શરૂ કર્યું

Live TV

X
  • કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય બાળકોની જેમ દિવ્યાંગ બાળકો પણ સ્કુલે જઈ શકતા નથી. તેમનો અભ્યાસ પણ હાલ બંધ છે.

    રાજ્ય સરકારે બાળકોને હોમ લર્નિંગ પૂરુ પાડવા માટે શિક્ષકોને online શિક્ષણ આપવા સૂચન કરેલું છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના 91 જેટલા ટેકનોસેવી શિક્ષકોએ વિકલાંગ બાળકો માટે કેટેગરી વાઇઝ અલગ અલગ વિડીયો બનાવ્યા છે.

    આ વિડીયો દ્વારા દિવ્યાંગ બાળકોના વાલી હોમ લર્નિંગ કરાવી શકે છે. વાલી આ વીડિયોની મદદથી બાળકોને વિવિધ પ્રવૃત્તિ કરાવીને પ્રવૃત પણ રાખી શકે છે. વાલીઓ પણ થેરાપી થકી બાળકોમાં આવેલા સુધારા અટકી ના પડે તે હેતુસર આ online પ્રોજેક્ટમાં જોડાઈ રહ્યા છે.

    બાળકોને વ્યવસ્થિત ટ્રીટ કરવા માટે આઇ.ઇ.ડી જૂનાગઢે youtube ચેનલ પણ શરૂ કરી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply