Skip to main content
Settings Settings for Dark

ડાંગના કલેક્ટરે 'ફિટ ઈન્ડિયા મુવમેન્ટ' માં ડાંગના લોકોને જોડાવા અપીલ કરી

Live TV

X
  • દેશના પ્રત્યેક નાગરિક ફિટનેસ અને એક્ટિવ લિવિંગને પોતાના જીવનનો ભાગ બનાવે તે અત્યંત જરૂરી છે. સાંપ્રત સમયમાં યોગ્ય સોશિયલ ડીસ્ટન્સ જાળવીને પોતાને ફીટ રાખવાની અનિવાર્યતા સમજીને ડાંગ કલેકટર એન.કે. ડામોરે જીલ્લાના પ્રજાજનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "હમ ફીટ, તો ભારત ફીટ" ના સુત્રને ચરિતાર્થ કરવા અપીલ કરેલી છે.

    દેશભરમાં ચાલી રહેલી "ફીટ ઇન્ડિયા મુવમેન્ટ" અંતર્ગત ગુજરાતમાં પણ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટી ૧૫મી ઓગસ્ટથી બીજી ઓક્ટોબર ૨૦૨૦ સુધી "ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન" કાર્યક્રમનું આયોજન થયેલું છે.

    ડાંગ જિલ્લા કલેકટરે જિલ્લાની પ્રત્યેક વ્યક્તિ અને તેના પરિવારના સભ્યોને આ અભિયાન હેઠળ રનીંગ, જોગીંગ, વોકિંગ કે સાયકલીંગ કરતો એક મીનીટનો વિડીયો કે ફોટો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીની વેબસાઈટ પર અપલોડ કરવા અનુરોધ કર્યો છે. જિલ્લામાં નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા પણ આ કાર્યક્રમ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઇ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply