NDHM અંતર્ગત દમણ અને દીવના લોકોને ડિજિટલ હેલ્થ ID આપવાનું કામ શરૂ
Live TV
-
સ્વતંત્રતા દિવસના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા લાલ કિલ્લાથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન યોજના જાહેર કરવામાં આવી છે.આ યોજનામાં દરેક નાગરિકના સ્વાસ્થ્યની સંપુર્ણ જાણકારી ઍક હેલ્થ આઈડીમાં રહશે.
પ્રાથમિક રૂપે ૬ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે જેમા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ પણ શામિલ છે.રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન યોજના અંતર્ગત આ પ્રદેશમાં કામ શરુ થઈ ગયુ છે,દમણ ના નાગરિકો વેબસાઈટ ઉપર પોતાના આરોગ્ય વિશે રજિસ્ટેશન કરાવી હેલ્થ આઈડી મેળવી રહ્યા છે.
હેલ્થ આઈડીમાં રાજ્યના સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટપલ સાથે કિલીનિકો પણ જાડાશે,ઍકજ હેલ્થઆઈડીમાં પોતાના આરોગ્યની તપાસ વિશે સંપુર્ણ માહિતીની રિર્કોડ રહશે,આ યોજનાથી હવે પોતાના આરોગ્યની ફાઈલ સાથે રાખવાની જરુર નથી.ડિજીટલ આઈડી થી કોઈ પણ શહરના હોસ્પિટલમાં તમે તમારે આરોગ્યના તપાસની માહિતી મેળવી શકાયે છે.
દાદરા નગર હવેલી અને દમણ દીવ આરોગ્ય વિભાગ દ્રારા પણ લોકો ને આ વિશે જાગરુક કરવામાં આવી રહ્યા છે. પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગ દ્રારા 3 થી 4 મહિનામાં સમ્પુર્ણ પ્રદેશ આ યોજનામાં કવર કરવાનુ પ્રયત્ન થઈ રહ્યો છે.
