દ્વારકા-પ્રાચીન મહાકાળી મંદિરે પુષ્પ શૃંગારનું આયોજન
Live TV
-
ધ્રેવાડ ગામની સીમમાં આવેલું છે મહાકાળી માતાજીનું આ પૌરાણિક મંદિર
આશરે 5 હજાર વર્ષ પ્રાચીન ભવ્યાતિ ભવ્ય મહાકાળી માતાજીના પૌરાણિક મંદિરે એક પરિવાર દ્વારા પુષ્પ શૃંગારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે ઉનાળામાં દરેક જીવને ગરમીની અનુભૂતિ થાય છે એ જ રીતે બે મહિના સુધી ભગવાન દ્વારકાધીશને પુષ્પ શૃંગાર કરવા માં આવતો હોય છે ત્યારે આ રીતે આ જ ભાવથી દ્વારકાથી લગભગ 18 કિલોમીટર દૂર ધ્રેવાડ ગામની સીમમાં આવેલ મહાકાળી માતાજીના આ પૌરાણિક મંદિર ખાતે પુષ્પ શૃંગાર તેમજ મહા પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા તથા આજુબાજુના પંથકના તમામ ભકતેએ આ કાર્યક્રમમાં ભાગ લઈ ને મહાકાળી માતાજી નો પુષ્પ શૃંગાર કરી ને આરાધના કરી હતી
