Skip to main content
Settings Settings for Dark

પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તથા કિસાન પરિવહન યોજના માટે ડાંગના ખેડૂતો ઓનલાઈન કરી શકશે અરજી

Live TV

X
  • ગુજરાત આત્મ નિર્ભર યોજના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તથા કિસાન પરિવહન યોજના માટે ડાંગના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે

    ગુજરાત આત્મ નિર્ભર યોજના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તથા કિસાન પરિવહન યોજના માટે ડાંગના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. પ્રવર્તમાન કોવિડ-19ને કારણે ઉદભવેલી પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુન: વેગવંતુ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે રાજ્યના તમામ વર્ગના ખેડૂતો માટે વર્ષ 2020-21માં નવી યોજના તરીકે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તેમજ કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડીયમ સાઈઝના ગુડ્ઝ વાહનોની ખરીદી ઉપર નાણાકીય સહાય પૂરી પાડતી કિસાન પરિવહન યોજના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ડાંગ જિલ્લાના ખેડૂતોને ઓનલાઈન અરજીઓ કરવા માટે આઈ.ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું છે. 9 જુલાઈથી 15 જુલાઈ સુધી ખુલ્લા મુકાયેલા આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ખેડૂતો ઓનલાઈન અરજી કરી આ યોજનાઓનો લાભ મેળવી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply