પોરબંદર ખારવા સમાજ દ્વારા દરિયા દેવના પૂજનનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
વહાણવટાના 365 દિવસ પૂરા થઈને નવા વર્ષનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પોરબંદર ખારવા સમાજ દ્વારા પરંપરા અનુસાર દરિયા દેવના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો
વહાણવટાના 365 દિવસ પૂરા થઈને નવા વર્ષનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પોરબંદર ખારવા સમાજ દ્વારા પરંપરા અનુસાર દરિયા દેવના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આજના દિવસે કોટવાલની નિમણુંક કરવાની પણ પરંપરા રહેલી છે. ખારવા સમાજ વર્ષોથી વહાણવટાના વ્યવસાય સાથે જોડાયેલો સમાજ છે. ત્યારે પંચાગ મુજબ વહાણવટાને 365 દિવસ પૂર્ણ થતા પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા નવા વર્ષના પ્રારંભે ધૂપ-દીપ સાથે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું. દરિયાદેવને ખાંડ અને પુષ્પ અર્પણ કરીને સુખ-શાંતી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરાઈ હતી.
