ATMમાં રોકડ લેતા પહેલા સાવધાન, આણંદથી ઝડપાયો એટીએમ ઠગબાજ
Live TV
-
એટીએમમાંથી પૈસા ન નીકાળતા આવડે તેવા વૃદ્ધો કે ઉંમરલાયક લોકોને શિકાર બનાવતો હતો ઠગબાજ
લાલજી પાનસૂરિયા, આણંદ : આણંદમાં એટીએમમાંથી પૈસા કાઢવા આવતા ગ્રાહકો પાસેથી મદદના બહાને છેતરપીંડી કરતો અઠંગ ઠગબાજ પોલીસના હાથ લાગ્યો છે..તુષાર કોઠારી નામનો આ ઠગબાજ એટીએમમાંથી પૈસા કાઢવા આવતા ઉંમરલાયક વ્યક્તિઓના મદદ કરવાના નામે માતબર રકમ તેમના ખાતમાંથી સેરવી લેતો હતો..થોડા દિવસ પહેલા એક વૃદ્ધ એટીએમમાં પૈસા કાઢવા ગયા હતા..ત્યારે પૈસા નીકળ્યા ન હતા..જેથી આરોપીએ મદદના બહાને એટીએમ પીન બદલી થોડા થોડા કરીને 75 હજાર જેટલી માતબર રકમ તેમના ખાતામાંથી ઉપાડી લીધી હતી..પોતાની પાસે રહેલા નકલી એટીએમ કાર્ડનો તે ઉપયોગ કરી લોકોને ઠગતો હતો..અને પૈસા લેવા આવેલા ગ્રાહકને પોતાનું નકલી કાર્ડ પધરાવી દેતો હતો..આ બાબતે આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ઠગબાજને પકડી પાડ્યો છે.પકડાયેલ આરોપીની ઉંમર 28 વર્ષની છે.. અને તે આણંદના ભાઈલાલ દાદાની ચાલીમાં જ રહે છે..તેની સામે 28થી વધુ ગુના પોલીસના ચોપડે નોંધાયેલા હોવાનુ જાણવા મળેલ છે..વર્ષ 2017માં તે પાસા હેઠળ કચ્છની જેલમાં સજા કાપી ચૂક્યો છે..તપાસમાં વધુ કેટલાક ગુના ઉકેલાય તેવી શક્યતા છે.
