બાપા સીતારામ મંડળ દ્વારા સોમનાથમાં સફાઇ અભિયાન હાથ ધરાયું
Live TV
-
અમદાવાદના બાપા સીતારામ મંડળ દ્વારા પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ યાત્રાધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ મંડળ છેલ્લા દસ વર્ષથી સતત સોમનાથ ખાતે સફાઈ કરવા માટે આવે છે.
અમદાવાદના બાપા સીતારામ મંડળ દ્વારા પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ યાત્રાધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ મંડળ છેલ્લા દસ વર્ષથી સતત સોમનાથ ખાતે સફાઈ કરવા માટે આવે છે. બાપા સીતારામ મંડળ દ્વારા દરેક યાત્રાધામોમાં અલગ-અલગ ટીમો બનાવી યાત્રાધામોને સ્વચ્છ રાખવાના ઉમદા હેતુથી આ સફાઇ કરવામાં આવે છે. ત્યારે આજરોજ મંડળના 350 જેટલા સ્વયંસેવકોએ સ્વખર્ચે પોતાના સફાઇના સાધનો સાથે સોમનાથ મંદીર સહિત આસપાસના વિસ્તારોમાં સફાઇ કરી હતી.
