Skip to main content
Settings Settings for Dark

રાજકોટ શહેર પોલીસ અને RTO વચ્ચે માર્ગ સલામતી સમિતિની એક બેઠક મળી

Live TV

X
  • રાજકોટ શહેર પોલીસ અને RTO વચ્ચે માર્ગ સલામતી સમિતિની એક બેઠકમાં માર્ગ સલામતીને લઈને લેવાયા નિર્ણયો

    રાજકોટ શહેર પોલીસ અને RTO વચ્ચે માર્ગ સલામતી સમિતિની એક બેઠક મળી હતી. રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી ખાતે મળેલ બેઠકમાં સલામતી ને લઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા જેમાં ખાસ કરી ડીઝલ એન્જીનથી ચાલતા છકડો રીક્ષા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે સાથે જ સ્કૂલ વાન માં 12 અને સ્કૂલ રિક્ષામાં 6 થી વધુ વિદ્યાર્થી ન બેસાડવા નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત વાહન લઇ શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે અને લાઇસન્સ ન હોય તેવા વિદ્યાર્થીના વાલી સામે પગલાંલેવા નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે બેઠકમાં લેવામાં આવેલ તમામ નિર્ણયની અમલવારી આગામી એક સપ્તાહ બાદ કરવામાં આવશે.

    રાજકોટમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે ત્યારે ટ્રાફિક સમસ્યા હલ કરવા મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મનપા દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે, જેમાં શહેરના મુખ્ય 48 રાજમાર્ગો પર ઉભા રહેતા રેંકડી કે કેબીન ધારકો ઉપરાંત નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાતા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામા આવશે. શહેરના માર્ગો પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફત મનપા દ્વારા સતત દેખરેખ રાખવામા આવશે. જેમાં પ્રથમ વખત ટુ વહીલર મા 200 , ફોરવહીલરમા 500 અને હેવી વાહનોમાં 1000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે. જ્યારે બીજી વખત પકડાય તો તેમાં ટુ વહીલર પાસે 500 , ફોર વહીલર 2000 અને હેવી વાહનો પાસે 5000 નો દંડ વસુલવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply