Skip to main content
Settings Settings for Dark

રાજ્યની શાળાઓમાં કારગીલ યુદ્ધમાં મેળવેલ વિજયની કરાઈ ઉજવણી

Live TV

X
  • ભારતે કારગીલ યુદ્ધમાં મેળવેલ વિજયની ઉજવણી કરવા માટે સ્કૂલ ખાતે પરમવીર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે

    ભારતે કારગીલ યુદ્ધમાં મેળવેલ વિજયની ઉજવણી કરવા માટે વડોદરાની બરોડા હાઈસ્કૂલ ખાતે પરમવીર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દેશની સરહદ પર રક્ષા કાજે જીવન સમર્પિત કરનાર સૈન્યના પરમવીર ચક્ર મેળવનાર યોદ્ધાઓએ ક્યારે અને કેવા સંજોગમાં દેશની સરહદે લડાઈ લઢીને દેશ ને વિજય અપાવ્યો હતો તેની જાણકારી શાળાનાંજ વિધાર્થીઓએ અન્ય વિધાર્થીઓને આપી હતી. પરમવીર સપ્તાહ દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરવાનો હેતુ શાળાના વિધાર્થીઓને દેશની સુરક્ષાકાજે પોતાનો જાન ન્યોછાવર કરનારા દેશના ખરા હીરો વિશે અને તેમણે કરેલા પરાક્રમોથી વિધાર્થીઓને માહિતગાર કરવાનો છે. પરમવીર સપ્તાહ દરમિયાન દેશના પરમવીર ચક્ર આ સર્વોચ્ચ શોર્ય પુરસ્કાર મેળવનાર સૈન્યના 21 વીર યોદ્ધાઓ વિશેની જાણકારી આપવામાં આવી. ઉપરાંત ભારતની અધિકૃત પ્રાદેશિક ભાષાઓ વિશે જાણકારી આપવામાં આવી. ત્યાર બાદ દેશની સરહદે યુદ્ધમાં સહભાગી થનાર પૂર્વ સૈનીકોનું સન્માન કરવામાં આવ્યું. એરફોર્સમાં સેવા આપનાર અને 1971ની લડાઈમાં સહભાગી થયેલ એવા પૂર્વ સૈનિક દિનેશ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. તેમણે વિધાર્થીઓ સાથે સૈન્યના અનુભવો શેર કર્યા હતા અને જીવનમાં આવનારા પડકારો નો સામનો કરવા માટેની શીખ આપી હતી. ઉપરાંત ભારતની કવુંધ પ્રાદેશિક ભાષાનો પરિચય વિધાર્થીઓએ આપ્યો હતો.

    કારગિલ ક્ષેત્ર માં ઘૂસણ ખોરો પર ભારતીય સેનાએ મેળવેલા વિજયની યાદ સ્વરૂપ કારગિલ વિજય દિને પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને કોસ્ટગાર્ડના સમુદ્રી જહાજની મુલાકાત કરાવી વિદ્યાર્થીઓને સશસ્ત્ર સેના વિષે માહિત ગાર કરાયા હતા પોરબંદરની વિવિધ શાળાના એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ ને કોસ્ટગાર્ડ જેટી પર કોસ્ટગાર્ડના સમુદ્ર પાવક યુદ્ધ જહાજની મુલાકાત કરાવવવામાં આવી હતી. આ જહાજ પર વિદ્યાર્થીઓને કોસ્ટગાર્ડની કામગીરી થી વાકેફ કરાયા હતા અને જહાજમાં રહેલા શસ્ત્રો અને શસ્ત્રો ની કામગીરી વિષે માહિતી આપવામાં આવી હતી.આ જહાજની મુલાકાત લેનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને સમુદ્ર પાવક જહાજ ની મુલાકાત લીધી ત્યારે તેમને ભારતિય સશસ્ત્ર સેના પર ગર્વ ની લાગણી થઇ હતી.

    કારગીલ  વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે શહિદ પદયાત્રામાં જે એન્ડ કે રાઈફલ્સના જવાન જેણે સોમવારે શહિદી વ્હોરી હતી તે વડોદરાના યુવાન આરીફ પઠાણને  પુષ્પઅંજલી આપવામાં આવી એર કમાન્ડર આઈ આઈ કટપ્પા ઉપસ્થિત રહયા હતા.કર્નલ વિનોદ ફલનીકર તેમજ સૈન્યના અધિકારીઓ શહીદ આરીફ પઠાણને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. ગાયત્રી પરિવાર, શાળાના બાળકો, ફાયર એકેડમીના વિધાર્થીઓ,પૂર્વ સૈનીકો તેમજ વડોદરાના નગરજનો ઉપસ્થિત રહયા અને શહીદોને શ્રધ્ધાંજલી આપી. શહીદોના માનમાં પદયાત્રા કાઢવામાં આવી જેમાં મહારાણી ચીમનાબાઈ શાળાની વિદ્યાર્થીનીઓ, ફાયર એકેડમીના વિધાર્થીઓ, ગાયત્રી પરિવાર ના સભ્યો તેમજ છાત્ર સાંસદ ના સભ્યો જોડાયા હતા શહીદ પદયાત્રા ગાંધીનગર ગૃહથી નીકળી હતી અને કોઠી ચાર રસ્તા સુધી જઈને તેજ રૂટ પર ફરીને પરત ગાંધીનગર ગૃહ  આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply