Skip to main content
Settings Settings for Dark

સુરતના નિવૃત શિક્ષકે ગ્લોબલ વોર્મિગ સામે ફેક્યો પડકાર

Live TV

X
  • વિશ્વ જયારે ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે એક શિક્ષકે કમર કસી છે. 34 વર્ષથી વધારે સમયથી શિક્ષણ કાર્યની સફરને પૂર્ણ કરીને નિવૃત્ત થયેલા શિક્ષકે આરામ દાયક જીવન જીવવાને બદલે પર્યાવરણના રક્ષણ માટે અનોખો સંદેશો આપ્યો છે.

    વિશ્વ જયારે ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે એક શિક્ષકે કમર કસી છે. 34 વર્ષથી વધારે સમયથી  શિક્ષણ કાર્યની સફરને પૂર્ણ કરીને નિવૃત્ત થયેલા શિક્ષકે આરામ દાયક જીવન જીવવાને બદલે  પર્યાવરણના રક્ષણ માટે અનોખો સંદેશો આપ્યો છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકૂઈ ગામના નિવૃત્ત શિક્ષક છોટુભાઈ ખુશાલભાઈ પટેલ  2018ના વર્ષમાં શિક્ષકની સેવામાંથી  સેવાનિવૃત્ત થયા છે. પર્યાવરણની જાળવણી માટે તેમણે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવાની પ્રેરણા પુરી પાડી છે. તેમણે મહુવા તાલુકાની 137 જેટલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના 10,000 થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે 10 હજાર જેટલી આંબાની કલમો આપીને પર્યાવરણના રક્ષણની દિશામાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહુવા તાલુકાની બુંદેલેશ્વર પ્રાથમિક શાળાથી આંબાની કલમ વિતરણ કરવાનો પ્રારંભ કર્યો ત્યારે શાળાના મુખ્ય શિક્ષકશ્રી પ્રફુલ્લભાઈ પટેલ, મહુવાના રાઉન્ડ ફોરેસ્ટર રાજેશ નકુમ તથા અન્ય શિક્ષકોએ પણ આ સેવા કાર્યને બિરદાવ્યું હતું. બુંદેલેશ્વર શાળામાં આંબાની કલમ મળવાની ખુશી વ્યકત કરતી ધો. સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઘ્રુવીકુમારી પટેલે જણાવ્યું કે, પર્યાવરણના રક્ષણની સાથે ભવિષ્યમાં ઘેર બેઠા કેરી પણ ખાઈ શકીશું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply