Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા

Live TV

X
  • સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરીને સારુ ઉત્પાદન મેળવી રહ્યાં છે અને સારી આવક રળી રહ્યાં છે

    સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરીને સારુ ઉત્પાદન મેળવી રહ્યાં છે અને સારી આવક રળી રહ્યાં છે. ધ્રાંગધ્રાના મહેશભાઈ સોલંકી તેમજ કોંઢ ગામના લક્ષ્મણભાઈ પટેલે ઇઝરાયેલી ખારેકનું વાવેતર કર્યુ છે. લક્ષ્મણભાઈએ પોતાના 50 વિઘાના ખેતરમાં 1000 છોડનું વાવેતર કર્યું છે. જેમાં એક છોડની કિંમત 2450 રૂપિયા હતી. પરંતુ એક છોડ દીઠ 1200 રૂપિયા સરકારની સબસીડી મળી હતી. ત્યારે હવે તેમને ખારેકનું સારૂ ઉત્પાદન મળી રહ્યું છે. એક ઝાડ પરથી લગભગ ચાલીસ કિલો જેટલું ઉત્પાદન તેઓ મેળવી રહ્યાં છે. તેમને આ ખારેકનો સારો એવો ભાવ પણ મળી રહ્યો છે. ગત વર્ષે લક્ષ્મણભાઈએ અંદાજે 80 લાખ જેટલી આવક પણ, મેળવી હતી. જ્યારે ધ્રાંગધ્રાના મહેશભાઈ સોલંકી પણ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. તેઓ પોતાના ફાર્મ ઉપર જ ,ખારેકનું વેચાણ કરી રહ્યા છે. જેમાં તેમને બજારભાવ કરતા પણ સારો ભાવ મળી રહ્યો છે. મહેશભાઈએ પોતાના ફાર્મ હાઉસમાં ગાયો પણ રાખી છે. અને તેઓ અન્ય ખેડૂતોને પણ સજીવ ખેતી માટે તેમજ ગાય આધારિત ખેતી માટે પ્રોત્સાહન આપી રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply