PSI સહિત 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા
Live TV
-
જન્માષ્ટમીના દિવસે મણિનગર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનના ઘરે કોઈ પણ જાતની સત્તાવાર પરવાનગી લીધા વિના પ્રવેશ કરીને હેરાન કરવા બદલ પીએસઆઇ અને ચાર પોલીસ જવાનને સસ્પેન્ડ કરાયા હોવાનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું. ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યુ હતું કે મુખ્યમંત્રીને માહિતી મળી હતી કે, જન્માષ્ટમીના દિવસે મણિનગર વિસ્તારમાં એક સિનિયર સિટીઝનના ઘરમાં મણિનગર પોલીસના પીએસઆઇ અને ચાર પોલીસ કર્મીએ ગેરકાયદેસર પ્રવેશ કરીને તેમને હેરાન કરાયા હતા. આ અંગેની તપાસ કરાઈ હતી. તપાસમાં જણાયું હતું કે, આ રેડ દરમિયાન પોલીસ સબ ઈન્સ્પેકટર દ્વારા સત્તાવાર પરવાનગી લીધા વિના સિનિયર સિટીઝનના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઘરના લોકોને હેરાન કરવા માટે આ કાર્યવાહી કરી હોય તેવું સામે આવ્યું હતું. આ તપાસના આધારે એક પોલીસ સબ ઈન્સ્પેકટર અને ચાર પોલીસ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરાયા છે.
