અંગદાન વિશે જાગ્રતતા લાવવા મુંબઈમાં 17મી ટાટા મેરાથનનું આયોજન
Live TV
-
42 કિમીની 17મી ટાટા મુંબઈ મેરાથન રવિવારે સવારે 5 વાગે શરૂ થઈ હતી
મુંબઈમાં રવિવારે 17મી ટાટા મેરાથન રાખવામાં આવી હતી.લોકોમાં અંગદાન વિશે જાગ્રતતા લાવવા માટે ડોક્ટર્સે પણ મેરાથનમાં ભાગ લીધો હતો. 42 કિમીની મેરાથન સવારે 5 વાગે શરૂ થઈ હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેની શરૂઆત કરાવી હતી. 45થી વધારે લોકોએ આ રેસમાં ભાગ લીધો હતો. પુરુષ વર્ગના ત્રણ વિનર ઈથિયોપિયાના છે. પહેલાં નંબરે ડેરારા હુરિસા, બીજા નબંરે એલે અબશેરો અને ત્રીજા નંબરે બિરહાની તાશોમ રહ્યા હતા.
