અંડર 19 નેશનલ જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં મનીષ ક્રિસ્ટીયાનો ટોચ પર
Live TV
-
અમદાવાદ ખાતે ચાલી રહેલી અંડર 19 નેશનલ જુનિયર ચેસ ચેમ્પિયનશીપમાં સાતમા રાઉન્ડ બાદ પશ્ચિમ બંગાળની સ્નેહા હલદરે અને તામિલનાડુના મનીષ ક્રિસ્ટીયાનો ટોચ પર છે.
ઓપન કેટેગરીના સાતમા રાઉન્ડમાં મનીષે અલેખ્યા મુખોપાધ્યાયને હરાવી 6.5 અંકો સાથે ટોચનું સ્થાન મેળવ્યું. તો ગર્લ્સ કેટેગરીમાં સ્નેહાએ મૃતિકા મલિકને હરાવી હતી.
આ સ્પર્ધામાં રાજયના ધ્યેય અગ્રવાલ અને કર્તવ્ય અનડકટ 5.5 અંકો સાથે નવમા અને દસમા ક્રમે છે.
