ચીનના હાંગઝોઉમાં યોજાયેલી 19મી એશિયાઇ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન
Live TV
-
ચીનના હાંગઝોઉમાં યોજાયેલી 19મી એશિયાઇ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન
ચીનના હાંગઝોઉમાં યોજાયેલી 19મી એશિયાઇ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન સતત શાનદાર ચાલી રહ્યું છે. ભારતે અત્યાર સુધીમાં 16 મેડલ જીતી લીધા છે. તો આજે ચોથા દિવસે સિફ્ત કૌર, આશી ચોક્સી અને માનિની કૌશિકે 50 મીટર રાઈફલની ટીમે ઇવેન્ટમાં ભારતે સિલ્વર મેડલ જીતી લીધો છે. જ્યારે બીજો મેડલ ગોલ્ડ તરીકે ભારતને મળ્યો છે. મનુ ભાકર, ઇશા સિંહ, રિદમ સાંગવાને 25 મીટર પિસ્ટલ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ પહેલાં મંગળવારે ભારતની ઘોડેસવારી ટીમે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે જ ઘોડેસવારીમાં 41 વર્ષ બાદ દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે ઇબાદ અલીએ બોટિંગમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. તો નેહા ઠાકુરે બોટિંગમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. બીજી તરફ સતત ત્રીજા દિવસે ભારતની પુરૂષ હોકી ટીમે 16-1થી સિંગાપોરને હરાવી દીધું હતું. તો હવે ભારતની ટક્કર ગુરૂવારે જાપાન સાથે થશે.
