આજથી ચીનના હાંગઝુ શહેરમાં 19મી એશિયાઈ ગેમ્સનો પ્રારંભ, ભારતના 655 ખેલાડીઓ 40 જેટલી રમતોની 481 જેટલી પ્રતિયોગિતાઓમાં લેશે ભાગ
Live TV
-
ભારતમાંથી 19મી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે હૉકી, ફૂટબોલ, વોલીબૉલ અને અન્ય રમતો સહિત કુલ 655 ખેલાડીઓ ચીન પહોંચ્યા છે. ભારતમાંથી સૌથી મોટી ટુકડી એથ્લેટિક્સમાં ગઈ છે.
આજથી ચીનના હાંગઝુ શહેરમાં 19મી એશિયાઈ ગેમ્સનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઉદ્ઘાટન સમારોહમાં ભારતના તિંરગા સાથે હરમન પ્રિત સિંહ અને લવલિનાએ પ્રતિનિધિત્વ કર્યુ. 19મા એશિયાઈ ગેમ્સમાં 45 દેશોના બાર હજારથી વધુ એથલિટ 40 જેટલી જુદી જુદી રમતોમાં ભાગ લઈ રહ્યાં છે. એશિયાઈ ગેમ્સમાં ભારતના 655 એથલિટ ભાગ લઈ રહ્યાં છે. ભારતની ક્રિકેટ ટીમો પહેલી વાર એશિયાઈ ગેમ્સમાં ભાગ લઈ રહી છે. પુરુષ ક્રિકેટ ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડ અને મહિલા ક્રિકેટ ટીમની કમાન હરમન પ્રિતકૌર સંભાળશે.
ભારતમાંથી 19મી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે હૉકી, ફૂટબોલ, વોલીબૉલ અને અન્ય રમતો સહિત કુલ 655 ખેલાડીઓ ચીન પહોંચ્યા છે. ભારતમાંથી સૌથી મોટી ટુકડી એથ્લેટિક્સમાં ગઈ છે.