Skip to main content
Settings Settings for Dark

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મેચની શૃંખલાની આજે બીજી મેચ ઈન્દોરના હોળકર સ્ટેડિયમમાં રમાશે

Live TV

X
  • ત્રણ મેચની શૃંખલામાં ભારત એક મેચ જીતીને 1-0થી આગળ છે

    આજે ભારતીય ટીમ ઇન્દોરના હોળકર સ્ટેડિયમમાં ત્રણ એક દિવસીય મેચની શૃંખલાની બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ મેચ બપોરના દોઢ વાગે શરૂ થશે. ત્રણ મેચની આ શૃંખલામાં ભારત એક મેચ જીતીને એક-શૂન્યથી આગળ છે, અને શૃંખલા જીતી જવાના જોશથી રમશે. 

    ગઇકાલે મોહાલીમાં રમાયેલી પહેલી એક દિવસીય મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટ્સથી પરાજય આપ્યો. ઓસ્ટ્રેલિયે ભારતને જીતવા માટે 277 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ભારતે આઠ બોલ રમવાના બાકી હતા, ત્યારે 5 વિકેટે 281 રન કરીને મેચ જીતી લીધી હતી. 
    ભારતે એક દિવસીય મેચના રેંકીંગમાં પાકિસ્તાનને હટાવીને પ્રથમ નંબરનું સ્થાન મેળવ્યું. ભારત ટેસ્ટ તેમજ ટી-20 એમ બંને પ્રકારની મેચમાં ટોચનું સ્થાન ધરાવે છે. હવે ત્રણેય પ્રકારની ક્રિકેટ મેચમાં ભારત ટોચનું સ્થાન ધરાવે છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply