આજે ફ્લોરિડામાં વેસ્ટ ઈન્ડિઝ-ભારત વચ્ચે ટી-20 મુકાબલો
Live TV
-
કોહલી અને રોહિત શર્મા ટીમ ઈન્ડિયામાં નવી શરૂઆત માટે તૈયાર
આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી-20 મુકાબલો જામશે..ભારતીય ટીમ ફ્લોરિડાના લાઉડરહિલ ખાતે વિન્ડિઝ સામે પ્રથમ ટી-20 રમશે..આજે રાત્રે 8 વાગ્યાથી આ મુકાબલો શરુ થશે..ભારતીય ટીમાં વિરાટ કોહલી, રોહત શર્મા, શિખર ધવન જેવા દિગ્ગજ બેટ્સમેનોની હાજરીને કારણે ટીમ ઈન્ડિયા જીતવા માટે હોટ ફેવરિટ મનાય છે.તો બીજી તરફ યુવા પ્રતિભાઓને ટીમમાં સ્થાન નિશ્ચિત કરવાની પણ તક મળશે..જેમાં વિન્ડિઝ-એ સામેની સીરીઝમાં નોંધપાત્ર દેખાવ કરનાર શ્રેયસ ઐયર અને મનીષ પાંડેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાના દાવેદાર મનાય છે.મહેન્દ્રસિંહ ધોનીએ બે મહિનાનો બ્રેક લેતા હવે વિકેટકિંપર તરીકે રિષભ પંત અથવા લોકેશ રાહુલનું સ્થાન નિશ્ચિત મનાઈ રહ્યુ છે.
