એશિયન યોગ સ્પર્ધામાં ગુજરાતની દીકરીએ ભારતનું નામ કર્યું રોશન
Live TV
-
યોગા ક્ષેત્રે ફરી વઘુ એક વાર ભારતનું નામ રોશન કરતી ગુજરાતની ભારતી સોલંકી આજે માદરે વતન લાટી પહોંચતા ગામજનોએ ભારતીનું ઉમળકા ભેર સ્વાગત
યોગા ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનાર કુ.ભારતી સોલંકીનું વતનમાં ઉમળકા ભેર સ્વાગત. તાજેતરમાં બાંગ્લાદેશનાં ઢાકા ખાતે યોજાયેલ એશિયન યોગ સ્પર્ધામાં બતાવ્યું કૌશલ્ય.
યોગા ક્ષેત્રે ફરી વઘુ એક વાર ભારતનું નામ રોશન કરતી ગુજરાતની યોગા કવીન કુ.ભારતી સોલંકી આજે માદરે વતન લાટી પહોંચતા ગામજનોએ ભારતીનું ઉમળકા ભેર સ્વાગત કર્યું. ગીર સોમનાથનાં સુત્રાપાડાનાં નાના એવા લાટી ગામે રહેતી ખેડૂત પરિવાર ની દીકરી ભારતીએ ગત 26 અને 27 તારીખે બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ એશીયન યોગા કોમ્પીટીશન માં ભાગ લીધો હતો.જેમાં ભારતીએ મેદાન મારી ગીર સોમનાથ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભારતી તેમના માતા પિતાની એકજ સંતાન છે. તેમના પિતા રાણાભાઈ હાજાભાઈ સોલંકી લાટી ગામે 8 વીઘા જમીન ધરાવે છે.અને ખેતી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.જ્યારે ભારતીનાં માતા મલીબેન સોલંકી તેમના પિતાની ખેતી અને પશુપાલનમાં મદદ કરે છે.ભારતીએ બાંગ્લાદેશમાં મેદાન મારતા લાટી ગામે આજે ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો ભારતીનાં સ્વાગતમાં આખું ગામ એકઠું થયું હતું.
બાંગ્લાદેશ ખાતે યોજાયેલ એશિયન ગેમ્સની અલગ અલગ ઇવેન્ટમાં ગોલ્ડ બ્રોન્ઝ અને સીલ્વર મેડલ મળી કુલ ભારતી સોલંકી એ 4 મેડલ હાંસલ કર્યા છે.જોકે આ પ્રતિયોગિતામાં કુલ 8 દેશોએ ભાગ લીધો હતો.જેમા ભારત, બાંગ્લાદેશ,હોંગકોંગ,ભૂટાન,ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, અને થાઈલેન્ડે ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ભારતી સોલંકી એ ભારત દેશનું નામ રોશન કરી બે ગોલ્ડ મેડલ,એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી પરિવાર તેમજ દેશનું નામ રોશન કર્યું છે. જે બાબત નો પરિવાર તેમજ ગામના લોકો ને ગર્વ છે.
જોકે ભારતી સોલંકી અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર યોગા ક્ષેત્રે સિઘ્ઘી હાંસલ કરી ભારતનુ નામ રોશન કરી ચુકી છે. જેમાં બેઇજિંગ, શાંઘાઈ, હોંગકોંગ અને મલેશિયામાં વિવિધ યોગની સ્પર્ધામાં ભાગ લઈ ચુકી છે. જ્યારે 2018 માં મલેશિયા ખાતે ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયનનો પણ એવોર્ડ પ્રાપ્ત કરી ચુકી છે.અને અત્યાર સુધીમાં આશરે 35 જેટલા ટોટલ મેડલ મેળવી ચુકી જેમા 20 ગોલ્ડ મેડલ છે. તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે એકાદ વખત ઇવેન્ટ જતી કરી પરંતુ હાલ જે ઇવેન્ટ યોજાઈ તેમાં વેરાવળની રેયોન કંપનીએ સ્પોન્સર કરતા ભારતી આ ઇવેન્ટમાં ભાગ લઈ ચુકી છે. જોકે વધુમાં પરિવારનું માની એ તો આટ આટલા મેડલો મેળવ્યા હોવા છતાં આજદિન સુધીમાં 2012માં માત્ર હાલના દેશના વડા પ્રધાન અને એ સમયનાં ગુજરાતનાં મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈનાં હસ્તે સન્માન પણ મેળવી ચુકી છે.ભારતીનો પરિવાર ઇચ્છિ રહ્યું છે કે ભારતીને સરકાર આગળ જતા કંઈક મદદ કરે અથવા બ્રાન્ડ એમ્બેસેન્ડર બનાવવામાં આવે. જેથી ભારત દેશને હજુ અનેક ગોલ્ડ મેડલ અપાવી શકે .
