ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ખેલાડી પૃથ્વી શો ડોપિંગમાં દોષિત, 8 મહિના માટે સસ્પેન્ડ
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમનો 19 વર્ષીય ખેલાડી પૃથ્વી શોનું વેસ્ટ ઇન્ડીઝ સામે 2018માં 2 ટેસ્ટ રમનાર સૈયદ મુસ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ દરમિયાન ડોપિંગ પરીક્ષણ કરવામાં આવ્યું હતું
ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ખેલાડી પૃથ્વી શો ડોપિંગમાં દોષિત પુરવાર થયો. તેને બીસીસીઆઇએ મંગળવારે 8 મહિના માટે સસ્પેન્ડ કરી દીધો. તે 15 નવેમ્બર 2019 સુધી ક્રિકેટથી દૂર રહેશે. વેસ્ટ ઇન્ડીઝ સામે 2018માં 2 ટેસ્ટ રમનાર 19 વર્ષીય શોનું સૈયદ મુસ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ દરમિયાન ડોપિંગ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બીસીસીઆઇએ જણાવ્યું કે શો 'ટરબ્યુટેલાઇન' ડ્રગ્સના સેવન માટે દોષિત ઠર્યો. શો ઉપરાંત અન્ય બે ડોમેસ્ટિક ખેલાડી વિદર્ભનો અક્ષય દુલારકર અને રાજસ્થાનનો દિવ્ય ગજરાજ પણ ડોપિંગમાં દોષિત ઠરતા તેમના પર પણ પ્રતિબંધ લાગ્યો છે.
