આજે વન ડે વિશ્વકપમાં દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા અને નેધરલેંડસ વચ્ચે મુકાબલો
Live TV
-
વનડે વર્લ્ડ કપ 2023માં આજે નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મહત્વનું છે કે હાલની ટુર્નામેન્ટમાં બંને ટીમનુ પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નથી. આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 4 મેચ રમી છે જેમાંથી બે મેચમાં જીત મળી છે.
જ્યારે નેધરલેન્ડની ટીમ 4માંથી એક જ મેચ જીતી છે. આ બંને ટીમ આજે જીતની આશા સાથે મેદાને ઉતરશે. ઉલ્લેખનીય છે કે વનડે વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ બાગ્લાદેસને 149 રનથી હરાવી દીધું. આ ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાની ચોથી જીત છે. આ જીત સાથે દક્ષિણઆફ્રિકા ટેબલ ઓફ માર્ક્સમાં બીજા સ્થાને આવી ગઇ છે.
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ગઈકાલે રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 149 રનથી હરાવ્યું હતું. 383 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ 46.4 ઓવરમાં 233 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 382 રન બનાવ્યા હતા. આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામે ટકરાશે.
