Skip to main content
Settings Settings for Dark

આર્જેન્ટિનાના ફુટબોલ પ્લેયર ડિએગો મેરાડોનાનું 60 વર્ષની વયે નિધન

Live TV

X
  • આર્જેન્ટિનાના ફુટબોલ પ્લેયર ડિએગો મેરાડોનાનું 60 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન થયું છે. બે સપ્તાહ પહેલાં જ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે તેઓને બ્રેન સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. મેરાડોના એક મહાન ફુટબોલર્સ હતા અને તેઓએ 1986માં આર્જેન્ટિનાને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં તેમનો વિશ્વ પ્રસિદ્ધ ગોલ પણ સામેલ છે, જેને "હેન્ડ ઓફ ગોડ"ના નામથી ઓળખવામાં આવે છે. આ ગોલની મદદથી આર્જેન્ટિનાએ ઈંગ્લેન્ડને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી આગે કુચ કરી હતી. 16 વર્ષે આર્જેન્ટિના જુનિયર્સ માટે રમીને પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરનાર મેરાડોનાની ગણના વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલર્સમાં થાય છે. 1986માં પોતાના દેશને બીજી વાર વર્લ્ડ કપ જીતડવામાં પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમના નિધનથી ફૂટબોલ રસિકો ભારે શોકમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply