ઇન્ડોનેશિયા ઓપન 2023: પી.વી.સિંધુએ મારિસ્કા તુનજુંગને 21-19 અને 21-15થી હરાવી
Live TV
-
એચ.એસ.પ્રણયે પણ કેન્ટાને 21-16 અને 21-14થી પરાજીત કરીને સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો.
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી.સિંધુએ ઇન્ડોનેશિયા ઓપન 2023ના પહેલા દૌરમાં ગ્રેગોરિયા મારિસ્કા તુનજુંગને 21-19 અને 21-15થી હરાવી છે. એચ.એસ.પ્રણયે પણ કેન્ટાને 21-16 અને 21-14થી પરાજીત કરીને સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતની પુરૂષોની ડબલ્સની જોડી એમ.આર.અર્જુન અને ધ્રૂવ કપિલા મલેળિયાના ઑંગ યુ સિન અને તે ઇયી સામે હારી ગયા છે. વિશ્વ ચેમ્પિયનશીપમાં કાંસ્ય વિજેતા સાત્વિક સાંઇરાજ રાનકિ રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી, ક્રિસ્ટો પોપોવ અને ટોમા જુનિયર પોપોવની જોડીને હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી છે.
