ઈંગ્લેન્ડને વિશ્વકપ અપાવનાર ટ્રેવર બેલિસ આઈપીએલમાં હૈદરાબાદના કોચ બન્યા
Live TV
-
ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદે ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવનાર કોચ ટ્રેવર બેલિંસની પોતાના મુખ્ય કોચ તરીકે નિમણૂંક કરી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદે ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવનાર કોચ ટ્રેવર બેલિંસની પોતાના મુખ્ય કોચ તરીકે નિમણૂંક કરી છે. તે ઓસ્ટ્રેલિયાના કોચ ટોમ મુડીનું સ્થાન લેશે. ગુરૂવારે ટીમે સોશિયલ મીડિયા આ વાતની જાહેરાત કરી હતી. બેલિસ ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાયેલા છે અને એશિઝ સિરીઝ બાદ તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
બેલિસ આ પહેલા આઈપીએલની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સની સાથે કોચ તરીકે કામ કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે બેલિસની કોચિંગમાં ગૌતમ ગંભીર કેપ્ટન રહેતા કેકેઆર 2012 અને 2014મા આઈપીએલનું ટાઇટલ જીતી ચુકી છે. બેલિસે સિડની સિક્સર્સની સાથે બિગ બેશ લીગનું ટાઇટલ પણ જીત્યું છે.
