Skip to main content
Settings Settings for Dark

ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં બીજી ઈનિંગમાં ત્રીજા દિવસે ભારત 40 રન બનાવ્યા, જીત માટે 152 રનની જરૂર

Live TV

X
  • આ પહેલા આજે ભારતે ઈંગ્લેન્ડના 353 રન સામે પ્રથમ દાવમાં 307 રન બનાવ્યા હતા.ભારત હાલમાં પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે.

    ભારતે રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં ચોથી ટેસ્ટમાં 192 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડ સામેની તેમની બીજી ઈનિંગમાં ત્રીજા દિવસે સ્ટમ્પ પર વિના નુકશાન 40 રન બનાવ્યા હતા. યજમાન ટીમને જીત માટે હજુ 152 રનની જરૂર છે. રોહિત શર્મા 24 રન અને યશસ્વી જયસ્વાલ 16 રન સાથે ક્રીઝ પર હતા.

    ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં 145 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઈંગ્લેન્ડ તરફથી ઝેક ક્રોલીએ 60 રન બનાવ્યા હતા. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 5 જ્યારે કુલદીપ યાદવે 4 અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી.

    આ પહેલા આજે ભારતે ઈંગ્લેન્ડના 353 રન સામે પ્રથમ દાવમાં 307 રન બનાવ્યા હતા.ભારત હાલમાં પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply