ઈન્દોરના હોલકર સ્ટેડિયમમા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ
Live TV
-
બાંગ્લાદેશની ટીમ 150 રને આઉટ, ભારત 86/1
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને 150 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે યોજાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. જોકે ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ ભારતના ફાસ્ટ બોલરોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં બાંગ્લાદેશની ટીમને 150 રનમાં જ સમેટી દીધી છે. ભારતીય બોલર મોહમ્મદ શમીએ 3 વિકેટ, જયારે રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ અને ઇશાંત શર્માએ 2-2 વિકેટ લીધી હતી. તો બાંગ્લાદેશ માટે મુશફિકર રહીમે સૌથી વધારે 43 રન કર્યા હતા, જયારે કેપ્ટન મોમિનુલ હકે 37 રનનું યોગદાન આપ્યું હતું.
બાંગ્લાદેશ પ્રથમ દાવમાં 150 રનમાં ઓલઆઉટ, અંતિમ 5 વિકેટ 10 રનમાં ગુમાવી
ચેતેશ્વર પુજારા 43* અને મયંક અગ્રવાલ 37* રને અણનમ, બંનેએ બીજી વિકેટ માટે 72* રનની ભાગીદારી કરી
