સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં જીત્યો સિલ્વર મેડલ
Live TV
-
સૌરભ 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં બીજા અને અભિષેક વર્મા પાંચમા સ્થાને રહ્યો હતો.
ભારતના 17 વર્ષીય શૂટર સૌરભ ચૌધરીએ દોહામાં ચાલી રહેલા એશિયન ચેમ્પિયનશિપમાં સોમવારે સિલ્વર મેડલ જીત્યો હતો. સૌરભ 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં બીજા અને અભિષેક વર્મા પાંચમા સ્થાને રહ્યો હતો. બંને અગાઉ જ ઓલિમ્પિક કોટા મેળવી ચૂક્યા છે. સૌરભ ફાઇનલમાં 244.5 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને રહ્યો હતો. નોર્થ કોરિયાના કિમ સોન્ગ ગુકે 246.5 પોઈન્ટ્સ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈરાનના ફોરોઈ જાવેદે 221.8 પોઈન્ટ્સ બ્રોન્ઝ મેડલ જીત્યા હતો.
ક્વોલિફિકેશન રાઉન્ડમાં અભિષેક છઠા અને સૌરભે સાતમા સ્થાને રહ્યો હતો. ફાઇનલમાં અભિષેકે 181.5 પોઈન્ટ્સ મેળવ્યા હતા. આ સ્પર્ધામાં ઓલિમ્પિક
એર પિસ્ટોલ કોટા ઈરાન, નોર્થ કોરિયા અને પાકિસ્તાનને મળ્યા છે. ભારત અને ચાઈના પહેલેથી બે કોટા મેળવી ચૂક્યા છે.
