મયંક અગ્રવાલની બાંગ્લાદેશ સામે બેવડી સદી, ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો
Live TV
-
સૌથી ઓછી ટેસ્ટ ઈનિંગમાં બે બેવડી સદી ફટકારવાના મામલામાં મયંક અગ્રવાલે સર ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધા છે. સર ડોન બ્રેડમેને 13 ઈનિંગમાં બે બેવડી સદી ફટકારી, જ્યારે મયંક અગ્રવાલે 12 ઈનિંગમાં આ કમાલ કર્યો છે. પરંતુ વિશ્વ રેકોર્ડ હજુ પણ વિનોદ કાંબલીના નામે છે, જેણે 5 ઈનિંગમાં બે બેવડી સદી ફટકારી હતી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં છે.ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલે રોહિત શર્માના આઉટ થયા બાદ ભારતીય ટીમને પહેલા ચેતેશ્વર પૂજારા અને પછી અંજ્કિય રહાણેની સાથે સંભાળી હતી. બંન્નેની સાથે લાંબી-લાંબી ભાગીદારી કરી અને તેણે એક છેડો સાચવી રાખી બેવડી સદી પૂરી કરી હતી. મયંકે બાંગ્લાદેશ વિરુદ્ધ 303 બોલ પર 25 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી પોતાની બેવડી સદી પૂરી કરી હ્તી. ભારતે 6 વિકેટ ગુમાવીને 454 રન કર્યા છે. પહેલી વિકેટમાં રોહીત શર્મા 6 રન બનાવીને આઉટ થયો હતો, તો વિરાટ કોહલી માત્ર આઠ બોલમાં શૂન્ય પર આઉટ થઈ ગયો હતો.હાલ રવિન્દ્ર જાડેજા 47 રને રમી રહ્યા છે.
