Skip to main content
Settings Settings for Dark

IND vs BAN : ઈન્દોરમાં ભારતે ઇનિંગ અને 130 રનથી મેળવી જીત, મોહમ્મદ શમીએ ઝડપી ચાર વિકેટ

Live TV

X
  • ત્રીજા દિવસે ભારતે મેદાનમાં ઉતર્યા વગર દાવ ડિકલેર કરતા બાંગ્લાદેશ બીજા દાવમાં બેટિંગ માટે ઉતર્યું હતું. શદમાન ઇસ્લામ અને ઇમરુલ કાયેસ 6-6 રન બનાવી આઉટ થતા બંને ઓપનર 16 રનના સ્કોરે આઉટ થયા હતા. મોમિનુક હક (7) અને મિથુન (18) સસ્તામાં આઉટ થતા બાંગ્લાદેશે 44 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. મહમદુલ્લાહ (15) અને લિટ્ટન દાસ (35) પણ મોટો સ્કોર બનાવી શક્યા ન હતા. એકમાત્ર મુશ્ફિકુર રહીમે બાજી સંભાળતા અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4 વિકેટ, જ્યારે ઉમેશ યાદવ અને અશ્વિને 2-2 વિકેટ ઝડપી હતી. ઇશાંત શર્માને 1 વિકેટ મળી હતી.શ્રેણીની એક મેચ હજી બાકી છે. બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ ટેસ્ટ મેચ ડે-નાઇટ ફોર્મેટમાં રમાશે. આ ઐતિહાસિક ટેસ્ટ મેચ ભારતીય ભૂમિ પર બપોરે 1 વાગ્યે શરૂ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply