એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ 1 ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા
Live TV
-
ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલ 19મી એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ એક ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા હતા.
ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલ 19મી એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ એક ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા હતા. ચીનના હાંગઝોઉમાં 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ઐશ્વર્યા પ્રતાપ સિંહ, દિવ્યાંશ સિંહ અને રુદ્રાંશ પાટીલે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. સાથે ત્રણે ખેલાડીએ 1હજાર 893.7નો સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.
ઉપરાંત ઐશ્વર્યા પ્રતાપ સિંહે વ્યક્તિગત 10 મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ જીત્યો હતો. તો ભારતે રોઇંગમાં પણ શાનદાર પ્રદર્શન કરી બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સાથે ભારતને અત્યાર સુધીમાં એક ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. એશિયાઈ ગેમ્સમાં આજે ભારત- શ્રીલંકા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાશે.
