એશિયન ગેમ્સમાં ભારતને જીત્યો 9મો સુવર્ણચંદ્રક, ટેનીસ મિક્સ ડબલ્સમાં રોહન બોપન્ન અને રૂતુજાની જોડીએ જીત્યો સુવર્ણચંદ્રક
Live TV
-
9 સુવર્ણ, 13 રજત અને 13 કાંસ્ય સહિત કુલ 35 ચંદ્રકો સાથે મેડલ યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે.
એશિયાઇ ગેમ્સમાં ભારતને 9મો સુવર્ણચંદ્રક મળ્યો છે. ટેનીસની મિક્સ્ડ ડબલ્સમાં રોહન બોપન્ના અને રૂતુજા ભોંસલેની જોડીએ ચીવી તાઈપેઈની જોડીને હરાવીને સુવર્ણચંદ્ક જીત્યો હતો. જ્યારે ભારતની પુરૂષ ટીમે ફાઈનલમાં પહોંચીને સ્ક્વોશમાં મેડલ નિશ્ચિત કર્યો છે. ભારતીય ટીમે સેમિફાઈનલમાં મલેશિયાને 3-1થી હરાવ્યું. ફાઈનલમાં ભારત આજે પાકિસ્તાન સામે રમશે. 19મી એશિયાઇ ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ મહિલા ગોળાફેંકમાં પ્રાપ્ત થયો. ભારત માટે આ મેડલ કિરણ બાલિયાને જીત્યો હતો. કિરણ બાલિયાને 17.36 મીટર સુધી ગોળો ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં મહિલાઓએ 10 મીટર પિસ્ટોલ ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
ચીનના હાંગચોઓમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતના નામે નવ સુવર્ણ, 13 રજત અને 13 કાંસ્ય સહિત કુલ 35 ચંદ્રકો સાથે મેડલ યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. ભારતીય નિશાનેબાજોએ ગઇકાલે કુલ પાંચ ચંદ્રકો જીત્યા હતા. આ સાથે શૂટિંગમાં ભારતના કુલ 18 ચંદ્રકો છે.
ટેનિસમાં, રામકુમાર રામનાથન અને સાકેત માયનેનીની ભારતીય જોડીએ પુરુષોની ડબલ્સમાં રજતચંદ્રક જીત્યો હતો. સ્ક્વોશમાં જોશના ચિનપ્પન, તન્વી ખન્ના અને અનહત સિંહની ટીમે કાંસ્યચંદ્રક જીત્યો હતો. પુરુષોની ટીમ આ સ્પર્ધામાં મલેશિયાને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતની કિરણ બાલિયાને મહિલાઓની ગોળાફેંક સ્પર્ધામાં કાંસ્યચંદ્રક મેળવ્યો છે. કિરણે 17.36 મીટરના અંતરે ગોળો ફેંકીને ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું.
