એશિયન ગેમ્સમાં ભારત 22 મેડલ સાથે છઠ્ઠા સ્થાન પર, રોશિબિના દેવીએ જીત્યો સિલ્વર મેડલ
Live TV
-
ભારતે ચોથા દિવસે કુલ 8 મેડલ જીત્યા હતા.
ભારતે ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલ એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું. ભારત 22 મેડલ સાથે છઠ્ઠા સ્થાન પર છે. જેમાં પાંચ ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ શામેલ છે. ભારતે ચોથા દિવસે કુલ 8 મેડલ જીત્યા હતા. ભારતે નિશાનેબાજીમાં બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને બે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. નૌકાયનમાં એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતની રોશિબિના દેવી નૌરેમે વુશુમાં યોજાયેલ 19મી એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. રોશિબિના દેવીએ ચીનની વૂ જિયાઓ વેઈને હરાવી છે. નિશાનેબાજીમાં અર્જુન સિંહ ચીમા, સરબજોત સિંહ અને શિવ નરપાલ પુરુષોની 10 મીટર એયર પિસ્ટલ ક્વોલિફિકેશનમાં ભાગ લઈ રહ્યા છે. મહિલા બેડમિન્ટમાં પીવી સિંધુએ જીત મેળવી છે. પીવી સિંધુએ મંગોલિયાની ખેલાડી 21-2, 21-3થી હરાવી છે. ટેનિસમાં પુરુષ ડબલ્સ માટે રામકુમાર રામનાથન અને સાકેત માઈનેનીની જોડી સેમિફાઈનલમાં પહોંચી છે. મિકસ્ડ ડબલમાં રોહન બોપન્ના અને ઋતુજાએ જીત મેળવી છે.
