ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં રમાઇ રહેલી સિરિઝની ત્રીજી અને અંતિમ વન-ડે રસાકસી બની
Live TV
-
કેપ્ટન રોહિત શર્માએ ઉપરાઉપરી 5 છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી કરી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં રમાઇ રહેલી સિરિઝની ત્રીજી અને અંતિમ વન-ડે રસાકસી બની રહી છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા 353 રનના લક્ષ્યાંકને પાર કરવા માટે ભારતે આક્રમક વ્યૂહ અપનાવ્યો છે. રોહિત અને વોશિંગ્ટન સુંદરે આક્રમક રીતે શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ ઉપરાઉપરી 5 છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી કરી લીધી હતી.
જોકે સુંદર 18 રને આઉટ થયો હતો. છેલ્લા અહેવાલ મળ્યા તે મુજબ અગાઉ ઓસ્ટ્રેલિયાએ પણ ટોસ જીતીને પહેલા બેટીંગ કરીને નિર્ધારીત 50 ઓવરમાં 7 વિકટેે 352 રન કર્યા હતા.
