Skip to main content
Settings Settings for Dark

એશિયન ગેમ્સ :- ભારતના ખાતામાં આજે 6 મેડલ । આજનો લેખાજોખા

Live TV

X
  • ટૂર્નામેન્ટના છઠ્ઠા દિવસે ભારત 32 મેડલ સાથે પોઇન્ટ ટેબલ પર ચોથા ક્રમે છે.

    ચીનમાં ચાલી રહેલી 19મી એશિયાઇ ગેમ્સમાં ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. ટૂર્નામેન્ટના છઠ્ઠા દિવસે ભારત 32 મેડલ સાથે પોઇન્ટ ટેબલ પર ચોથા ક્રમે છે. ભારતના નામે અત્યાર સુધી 8 સુવર્ણ, 12 રજત અને 12 કાંસ્ય પદક મળીને કુલ 32 મેડલ છે.

    આજે દિવસની શરૂઆતમાં જ પલક, ઈશા સિંહ, દિવ્યાએ 10 મીટર એર પિસ્તોલમાં મહિલા શૂટિંગ ટીમમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે પછી ઐશ્વર્ય પ્રતાપ સિંહ, સ્વપ્નિલ સુરેશ અને અખિલ શ્યોરાણાએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ભારત માટે સુવર્ણ જીત્યો હતો. જ્યારે સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમને કાંસ્ય મેડલ મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને વિજેતા ખેલાડીઓને અભિનંદન આપ્યા છે. 

    ભારતીય પુરૂષ બેડમિન્ટન ટીમે ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 3-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આગળ સેમિફાઈનલમાં ઈન્ડોનેશિયા અને કોરિયા વચ્ચેની મેચના વિજેતા સાથે ટકરાશે. આ દરમિયાન, ભારતીય મહિલા બેડમિન્ટન ટીમ ક્વાર્ટર ફાઇનલમાં થાઈલેન્ડ સામે 3-0થી નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો. 

    મહિલા બોક્સિંગમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન નિખત ઝરીને ક્વાર્ટર ફાઇનલમાં જોર્ડનના હનાન નાસારને 2 મિનિટમાં નોકઆઉટથી હરાવીને 50 કિગ્રા વજન વર્ગમાં ભારત માટે વધુ એક મેડલ નક્કી કર્યો છે.

    આ જીત સાથે, નિખાતે ભારતની પેરિસ ઓલિમ્પિક ટીમમાં તેના સ્થાનની સત્તાવાર પુષ્ટિ કરી. જ્યાં સુધી તેના એશિયન ગેમ્સના અભિયાનની વાત છે, તો તેનો મુકાબલો સેમિફાઇનલમાં થાઇલેન્ડની ચુથામત રકસત સામે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply