એશિયન ચેમ્પિયન ટ્રોફી: ભારતીય પુરુષ હોકી ટીમે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું
Live TV
-
સેમિફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો જાપાન સાથે થશે.
ચેન્નઈમાં એશિયન ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલમાં જગ્યા બનાવવા માટે ભારતીય પુરુષ હોકી ટીમે ગૃપ સ્ટેજની ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવ્યું છે. ભારતીય કેપ્ટન હરમપ્રીત સિંહે બે ગોલ કર્યા છે. જુગરાજ સિંહ અને મનદીપ સિંહે 1-1 ગોલ ફટકાર્યો છે. આ સ્પર્ધામાં ગૃપ સ્ટેજમાં જીત નોંધાવવાની સાથે ભારત એકમાત્ર અપરાજિત ટીમ છે. ભારતે અત્યાર સુધી ચાર જીત નોંધાવી છે અને એક મેચની બરાબરી પછી 13 પોઈન્ટ સાથે ટોપ પર છે. પાકિસ્તાન આ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયું છે. મલેશિયાએ કોરિયાને 1-0થી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. સેમિફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો જાપાન સાથે થશે અને શુક્રવારના રોજ મલેશિયા અને કોરિયા વચ્ચે મુકાબલો રમાશે.
