વેસ્ટઇન્ડિઝના ગયાનામાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટથી હરાવ્યું, વેસ્ટઈન્ડિઝ 2-1થી આગળ
Live TV
-
ભારતે 17.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 164 રન કરીને મેચ જીતી લીધી હતી.
વેસ્ટઇન્ડિઝના ગયાનામાં રમાયેલી ત્રીજી T20ની મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટથી હરાવીને T20 સીરિઝ જીતવાની આશા જીંવત રાખી છે. સુર્ય કુમાર યાદવ અને તિલક વર્માની શાનદાર બેટિંગથી વેસ્ટઇન્ડિઝને હાર આપી હતી. વેસ્ટઇન્ડિઝે ભારતને પ્રથમ બેટિંગ કરીને ભારતને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 17.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 164 રન કરીને મેચ જીતી લીધી હતી. પાંચ મેચની T20 સીરિઝમાં ભારતે આ પહેલી જીત નોંધાવી છે. આ સીરિઝમાં વેસ્ટઈન્ડિઝ 2-1થી આગળ છે. જેમાં સૂર્યાકુમારે 44 બોલમાં 83 રન અને તિલક વર્માએ 37 બોલમાં 49 રન કરીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. હવે આગામી બંને મેચ જીતવી બંને ટીમો માટે મહત્ત્વની છે.
