ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને આપ્યો 382 રન નો લક્ષ્ય
Live TV
-
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટીંગનો લીધો નિર્ણય
વિશ્વકપની 26મી મેચમાં આજે બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ટીમ સાથે રમી રઇ છે.જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટીંગનો નિર્ણય લીધો હતો.ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 382 રન નો લક્ષ્ય આપ્યો છે. વોર્નર એ સર્વાધિક 166 રન કર્યા છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં યોજાયેલ 21 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાએ 18 મેચ જીતી છે જ્યારે બાંગ્લાદેશને એક મેચ જીતવાની સફળતા મળી છે. નોટિંગહોમમાં યોજાનાર આ મેચમાં વરસાદની સંભાવના છે. હાલમાં ઓસ્ટ્રેલિયા 8 અંક સાથે ત્રીજા સ્થાન પર છે અને બાંગ્લાદેશ 5 અંક સાથે પાંચમાં સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં ત્રણ ફેર બદલ જોવા મળ્યા હતા જ્યારે બાંગ્લાદેશની ટીમમાં બે ફેર બદલ જોવા મળ્યા હતા.
