વર્લ્ડ કપમાંથી બહાર શિખર ધવન, પંતની ટીમમાં એન્ટ્રી
Live TV
-
વર્લ્ડ કપમાં રમી રહેલી ભારતીય ટીમ માટે માઠા સમાચાર, બહાર થયો શિખર ધવન
વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થયો છે. ટીમમાં તેની જગ્યાએ રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધવનને ઓસ્ટ્રેલિયા સામે ઈજા થઈ હતી. આ મેચમાં ધવને સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ધવનને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પૈટ કમિંસના બોલ પર અંગૂઠામાં ઈજા થઈ હતી. તેની આ ઈજા પર મેનેજમેન્ટે કહ્યું હતું કે તે ટૂર્નામેન્ટની આખરી લીગ મેચમાં ફિટ થઈ શકે છે પરંતુ આખરે તે ટૂર્નામેન્ટની બહાર થયો હતો. તેની જગ્યાએ ટીમમાં રિષભ પંતનો સમાવેશ થયો હતો. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયેલા શિખર ધવને આ પછી એક ઈમોશનલ વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે હું ભારત વતી વર્લ્ડ કપ રમવા ઈચ્છું છું પરંતુ કમનસીબે ઈજાગ્રસ્ત થતાં હવે નહીં રમી શકું. હવે આ સમય મારા પરત ફરવાનો છે અને મને આશા છે કે ખેલાડીઓ સારી રીતે પોતાનું પ્રદર્શન કરશે.અને વર્લ્ડ કપ જીતીને જ આવશે. બસ આવી જ રીતે અમને સપોર્ટ કરો અને બસ આવી જ રીતે અમને તમારો પ્રેમ આપતા રહો.
