ઓસ્ટ્રેલિયાએ ભારતને 200 રનનો આપ્યો છે ટાર્ગેટ
Live TV
-
ઓસ્ટ્રેલિયાએ ભારતને 200 રનનો આપ્યો છે ટાર્ગેટ, ભારતે 10 ઓવરમાં 3 વિકેટે 27 રન કર્યા
ક્રિકેટ વિશ્વ કપ 2023માં ચેન્નઈના MA Chidambaram સ્ટેડિયમ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહેલી મેચમાં ભારતની નબળી શરૂઆત થઈ છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ આ મેચ જીતવા માટે મૂકેલા 200 રનના લક્ષ્ય સામે ભારતે 9 ઓવરમાં કુલ 26 રને 3 મહત્ત્વની વિકેટો ગુમાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી. જોકે, ભારતીય સ્પીનરોની શાનદાર બોલિંગ સામે ઓસિની ઈનિંગ 49.3 ઓવરમાં 199 રને સમેટાઈ ગઈ હતી. બીજી બાજુ ભારતના રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ ઐયર શૂન્ય રને આઉટ થઈ ગયા હતા. છેલ્લાં અહેવાલ પ્રમાણે ભારતે 10 ઓવરમાં 3 વિકેટે 27 રન નોંધાવ્યા છે. ક્રિકેટ વિશ્વ કપ 2023માં શરુઆતે જ રવીન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી હતી. 28 રન 10 ઓવરમાં આપીને જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે ભારતની સ્થિતિ મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. જાડેજાએ વનડે વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
