ભારતના મિશન વર્લ્ડ કપનો આજથી થશે પ્રારંભ, ચેન્નઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે ટક્કર
Live TV
-
વિશ્વકપ 2023ના મહામુકાબલામાં ભારતીય ટીમનો પ્રયત્ન રહેશે કે ટુર્નામેન્ટ શરૂઆત એક ભવ્ય જીત સાથે થાય
ભારતીય ટીમ ક્રિકેટ વિશ્વ કપ 2023માં આજે પોતાના મિશનની શરૂઆત કરશે. ભારતીય ટીમ આજે વર્લ્ડ કપની પ્રથમ મેચ રમશે. ચેન્નઈના એમ. એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારતીય ટીમની ટક્કર આજે ઓસ્ટ્રેલિયા સાથે થશે. ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે વર્લ્ડ કપની પ્રથમ મેચ હોવાથી ભારતે તેની પૂરી તાકાત લગાવી પડશે.ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 150મી વન ડે રમાવવાની છે, 149 વન ડેમાંથી ભારતે 56 વન ડે અને ઓસ્ટ્રેલિયા 83 મેચ જીત્યું છે અને 10 મેચો અનિર્ણિત રહી હતી.
વિશ્વકપ 2023ના મહામુકાબલામાં ભારતીય ટીમનો પ્રયત્ન રહેશે કે ટુર્નામેન્ટ શરૂઆત એક ભવ્ય જીત સાથે થાય. વિશ્વ કપ 2023 પહેલા બંને ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની એક સિરિઝ પણ રમી હતી જેમાં ભારતીય ટીમે 2-1 સિરિઝ પોતાના નામે કરી હતી.જો કે વિશ્વકપમાં બંને ટીમ એક નવી શરૂઆત સાથે મેદાન પર ઉતરશે.
તેની સાથે ગઈકાલે સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર પાંચ વિકેટે 428 રન નોંધાવીને શ્રીલંકાને 102 રનથી પરાજય આપ્યો હતો. જેમાં સાઉથ આફ્રિકાના બેટસમેન માર્કરામે ફક્ત 49 બોલમાં સદી ફ્ટકારી હતી, જે વર્લ્ડ કપની અત્યાર સુધીની સૌથી ઝડપી સદી હતી. આ ઉપરાંત ડી કોકએ 100 રન અને ડુસેને 108 રન બનાવ્યા હતાં.
