કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ; અજિંક્ય રહાણે કરશે સુકાની
Live TV
-
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ માટે ભારતની ટીમની આજે જાહેરાત કરવામાં આવી. શુભમન ગિલ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજને આવતીકાલથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થનારી બોક્સીંગ ડે ટેસ્ટ મેચ માટેની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભારતના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ, આ ટીમમાં શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજનું કાલે આંતરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં ડેબ્યુ થશે. જ્યારે કાલની મેચમાં વિકેટ કિપ્પર વૃદ્ધિમાન સાહાની રિષભ પંતને મોકો આપવામાં આવ્યો છે. સાથે જ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ કાલે ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહ્યો છે.
