Skip to main content
Settings Settings for Dark

કોમનવેલ્થમાં 61 ચંદ્રક જીતવા બદલ રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરએ ભારતીય ટુકડીની પ્રશંસા કરી

Live TV

X
  • યુવા બાબતો અને રમતગમત વિભાગના મંત્રી અનુરાગસિંહ ઠાકુરએ 2023 કોમનવેલ્થ ગેમ્સ યુથ, જુનિયર અને સિનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં જીતનારી ભારતીય ટુકડીના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.

    મંત્રી અનુરાગસિંહ ઠાકુર એક ટ્વિટમાં કહ્યું હતુ કે ભારતીય ટુકડીએ 38 સુવર્ણ ચદ્રંક, 21 રજત ચદ્રંક અને 2 કાંસ્ય ચંદ્રક સાથે 61 મેડલ જીત્યા છે. જે ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેમણે કહ્યું કે ભારતીય ખેલાડીઓએ અસાધારણ કૌશલ્ય, ટેકનિક અને ફોકસ પ્રદર્શિત કર્યું છે અને 52 પ્રતિભાગીઓમાંથી દરેકે મેડલ જીત્યો છે. 30થી વધુ મેડલ જીતીને 27 ખેલો ઈન્ડિયા એથ્લેટ્સે વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ ઊભી કરી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે આ સિદ્ધિ ભારતીય વેઈટલિફ્ટિંગમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply