કોહલીએ પૂરા કર્યા સૌથી ઝડપી 20 હજાર રન, તૂટ્યો સચિનનો રેકોર્ડ
Live TV
-
સૌથી ઝડપી 20000 રન કરવાના મામલે આગળ નીકળ્યો કોહલી, પાછળ રહ્યાં સચિન અને બ્રાયન લારા
આજે માન્ચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફર્ટ ખાતે ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે વર્લ્ડ કપની 34મી મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. ભારતીય ટીમ પાંચમાંથી ચાર મેચ જીતીને ફુલ ફોર્મમાં ચાલી રહી છે. આ ઉપરાંત કેપ્ટન કોહલી પણ ફૂલ ફોર્મમાં છે. આ રેકોર્ડના મામલે વિરાટ કોહલીએ સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાના રેકોર્ડને તોડ્યો છે.
આ સાથે જ વિરાટ કોહલીએ આઈસીસી વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધની મેચમાં સૌથી ઝડપ 20 હજાર રનનો ઈતિહાસ બનાવ્યો છે. વિરાટ કોહલીએ 417મી ઈનિંગમાં આ કારનામું કરી બતાવ્યું છે. આ મેચમાં તેને 20 હજાર રન બનાવવા માટે 37 રનની જરુર હતી. વેસ્ટ ઈન્ડીઝ સામે 25મી ઓવરના ચોથા બોલ પર એક રન લેતાની સાથે જ વિરાટ કોહલીના નામે આ રેકોર્ડ નોંધાઈ ગયો હતો.
સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડ પછી આ કારનામું કરનાર વિરાટ કોહલી ત્રીજો ભારતીય બન્યો છે. જો વાત કરવામાં આવે વર્લ્ડના બેટ્સમેનોની તો વિરાટ આ કારનામું કરનાર દુનિયાનો સાતમો બેટ્સમેન બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ ભારતના જ સચિન તેંદુલકર અને વેસ્ટ ઈન્ડીઝના બ્રાયન લારાના નામે હતો. તેંદુલકર અને લારા બન્ને 453 ઈનિંગમાં આ મુકામ મેળવ્યો હતો.
