ICC વર્લ્ડ કપ-2019માં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે 125 રને ભવ્ય વિજય મેળવ્યો
Live TV
-
ICC વર્લ્ડ કપ-2019માં ભારતે પ્રભાવશાળી પ્રદર્શન જાળવી રાખતા વેસ્ટ ઇન્ડીઝ સામે 125 રને ભવ્ય વિજય મેળવ્યો
ICC વર્લ્ડ કપ-2019માં ભારતે પ્રભાવશાળી પ્રદર્શન જાળવી રાખતા વેસ્ટ ઇન્ડીઝ સામે 125 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીની અડધી સદીની મદદથી ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 268 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 34.2 ઓવરમાં 143 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
મોહમ્મદ શમીએ તરખાટ મચાવતા 4 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ભારતે સેમિ ફાઇનલમાં પોતાનો દાવો મજબૂત કરી દીધો છે. આ મેચમાં વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ભારત હવે 30 જૂને ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આજે વર્લ્ડકપમાં શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે.
