ક્રિકેટ વિશ્વ કપઃ બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 62 રને હરાવ્યું
Live TV
-
47 ઓવરમાં 200 રન બનાવી અફઘાનિસ્તાનની ટીમ ઑલ આઉટ
બાંગ્લાદેશે વર્લ્ડકપમાં પોતાની સેમીફાઇનલમાં પહોંચવાની ઉમીદોને યથાવત્ રાખી છે અને અફઘાનિસ્તાનને 62 રને હરાવ્યું છે..બાંગ્લાદેશ તરફથી જીત માટે મળેલા 262 રનના લક્ષ્યના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 47 ઓવરમાં 200 રન જ બનાવી શકી અને ઓલઆઉટ થઇ ગઇ...શાકિબે ઓલરાઉન્ડર દેખાવ કરતાં બેટિંગમાં 51 રન કર્યા બાદ બોલિંગમાં પણ કૌવત બતાવ્યું હતું અને 5 વિકેટ ઝડપી હતી.તો આ તરફ સતત 6 મેચ હારેલું અફઘાનિસ્તાન વિશ્વકપમાંથી બહાર થઇ ગયું છે. જયારે બાંગ્લાદેશના 6 મેચમાં 5 પોઇન્ટ છે..
